ડીસા પાલિકા સામે મીડિયા દ્વારા દરબાર વેસ્ટ કલેક્શનની તરફેણ કરતા હોવાના આક્ષેપો પાયાવિહોણા : ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ

ડીસા પાલિકા સામે મીડિયા દ્વારા દરબાર વેસ્ટ કલેક્શનની તરફેણ કરતા હોવાના આક્ષેપો પાયાવિહોણા : ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ

ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરવાનો પણ હુંકાર કર્યો 

ડીસા પાલિકા સામે તાજેતરમાં મીડિયા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરતી દરબાર વેસ્ટ કલેક્શન કંપની અંગે કરાયેલા આક્ષેપોને પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા ઉપપ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. આ આક્ષેપોમાં દરબાર વેસ્ટ કંપની પાલિકાના સાધનો અને કર્મચારીઓનો કચરા કલેક્શન માટે ઉપયોગ કરતી હોવા ઉપરાંત ભ્રષ્ટાચાર આચરતી હોવાનું જણાવાયું હતું.

પાલિકાના ચીફ ઓફિસર અને ઉપપ્રમુખે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પાલિકાનો કોઈ પણ કર્મચારી દરબાર વેસ્ટ કંપનીની તરફેણ કરતો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો દરબાર વેસ્ટ કંપની દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનમાં પાલિકાના સફાઈ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે, તો તે બાબતે તટસ્થ તપાસ કરવામાં આવશે અને પાલિકાના સાધનો જે સ્થિતિમાં તેમને આપવામાં આવ્યા હશે, તે જ સ્થિતિમાં પરત લેવામાં આવશે.

આ ઉપરાંત, જો ડોર-ટુ-ડોર કલેક્શનમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હશે, તો તે બાબતે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને પ્રજાના પૈસાનો વેડફાટ ચલાવી લેવામાં આવશે નહીં.પાલિકા દ્વારા શહેરમાં લોકોની સુખાકારી માટે સફાઈનું કામ સુચારુરૂપથી ચાલી રહ્યું છે અને નિયમિતપણે કચરો કલેક્શન કરવામાં આવે છે. પાલિકા ડીસાવાસીઓની સુખાકારી માટે કટિબદ્ધ છે અને તેમાં કોઈ પણ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં તેમ પાલિકાના અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *