પાટણ શહેરમાં મોડી રાત્રે પવનના સુસવાટા વચ્ચે મેધરાજાએ તડી બોલાવી

પાટણ શહેરમાં મોડી રાત્રે પવનના સુસવાટા વચ્ચે મેધરાજાએ તડી બોલાવી

શહેરના નિચાણવાળા વિસ્તારો સહિત રેલવેના પ્રથમ ગરનાળા માં પાણી ભરાયા

ખરાદી વાડામાં જજૅરિત મકાનનો આગળનો ભાગ ધરાશાયી બનતાં રહીશોમાં ફફડાટ વ્યાપ્યો; પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારની મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતાં પવનના સુસવાટા વચ્ચે મેધરાજાએ તડી બોલાવતા પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિ સજૉવા પામી હતી. પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ સરસ્વતીમાં 55 મિમી નોંધાયો હતો. જ્યારે પાટણમાં 50મિમી,સિદ્ધપુરમાં 39મિમી અને ચાણસ્મામાં 17 મિમી, હારીજમાં 16 મિમી, રાધનપુરમાં 6 મિમી, સમીમાં 3 મિમી અને શંખેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ રાત્રે પડેલા વરસાદથી લોકોએ રાહત અનુભવી હતી. ભારે પવન અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલા ખરાદી વાડામાં એક જર્જરિત મકાનની ગેલેરી ધરાશાયી થતા લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટનામાં પાકૅ કરેલ એક સાઇકલને નુકસાન થયું હતું. જોકે મોડી રાત્રે બનેલ બનાવના કારણે કોઈ જાનહાનિ થઈ ન હોય લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

પાટણ શહેરમાં બુધવારે મોડી રાત્રે રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી. શહેરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ બંધ થયાના 7-8 કલાક પછી પણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાયેલા રહ્યા હતા. આ રેલવે ગરનાળા નો માગૅ પાટણ શહેર નો મુખ્ય પ્રવેશદ્વાર હોય અહીંથી મોટી સંખ્યામાં લોકો શહેરમાં પ્રવેશે છે અને બહાર નીકળે છે. પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી ગયા હતા પરિણામે લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે બીજા રેલવે ગરનાળાનો ઉપયોગ કર્યો હતો. આના કારણે ત્યાં પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માગણી કરી છે કે પ્રી-મોન્સૂન કામગીરી વહીવટી તંત્રના સીધાનિરીક્ષણ હેઠળ પાલિકા દ્વારા કરવામાં આવે તો આગામી ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન શહેરીજનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *