દક્ષિણ દિલ્હીના INA વિસ્તારમાં આવેલા દિલ્હી હાટ બજારમાં બુધવારે ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછી ૩૦ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. દિલ્હી ફાયર સર્વિસિસ (DFS) ના અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રે ૮.૪૫ વાગ્યાની આસપાસ લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ડીએફએસના જણાવ્યા અનુસાર, એલાર્મ વાગતા જ 12 ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ડીએસએફે જણાવ્યું હતું કે, આ વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે, અને આગનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસ ચાલુ છે, એમ તેમણે ઉમેર્યું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.