દિલ્હીના બવાના વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સવારે લગભગ 4:48 વાગ્યે DSIDC બાવાના J-10 સરનામાં પર સેક્ટર 2 પર બની હતી. આગ એટલી તીવ્ર હતી કે ફેક્ટરીની ઇમારતમાં વિસ્ફોટ થયો, જેના પગલે ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી.
આગની માહિતી મળતા જ ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ફાયર બ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ફાઇટર્સ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સારા સમાચાર એ છે કે આ અકસ્માતમાં હજુ સુધી કોઈના ઘાયલ કે માર્યા ગયાના સમાચાર નથી.