ભરૂચમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ, 3ના મોત અને 4 ઘાયલ

ભરૂચમાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ, 3ના મોત અને 4 ઘાયલ

ભરૂચ જિલ્લામાં બુધવારે વહેલી સવારે હાઇવે પર એક ટ્રક સાથે કાર અથડાઈ હતી, આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે પર અંકલેશ્વર શહેર નજીક સવારે 3.30 વાગ્યે થયો હતો. આ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 4 લોકો ઘાયલ થયા છે.

આ કેસની માહિતી આપતાં પાનોલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શિલ્પા દેસાઈએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રના પાલઘરના 7 લોકો ઉર્સમાં હાજરી આપીને અજમેર (રાજસ્થાન) થી પરત ફરી રહ્યા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ભયાનક અકસ્માત થયો.” તેમણે જણાવ્યું કે પાનોલી નજીકના એક પુલ પર કારને પહેલા પાછળથી આવી રહેલા એક ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે કાર ધીમી ગતિએ જઈ રહેલી અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત એટલો દર્દનાક હતો કે જોનારાઓ પણ ચોંકી ગયા હતા.

મૃતકોની ઓળખ 

પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ 32 વર્ષીય તાહિર શેખ, 23 વર્ષીય અયાન અને 26 વર્ષીય મુદસ્સર તરીકે થઈ છે. જ્યારે ચાર ઘાયલ લોકોને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

બનાસકાંઠા જીલ્લાના સુઇગામમાં અગાઉ પણ મોટો અકસ્માત સર્જાયો હતો. સુઇગામમાં એક લક્ઝરી બસને ટેન્કરના કારણે અકસ્માત નડ્યો હતો, જે દરમિયાન 20 જેટલા લોકો ઘાયલ થયા હતા અને 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બસ ગુજરાતના જામનગરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. તે પછી, ટેન્કર સાથે જોરદાર ટક્કર થતાં, તે સોનેથ ગામ નજીક ભારત માલા હાઇવે પર અથડાયું હતું. જણાવવામાં આવ્યું હતું કે ટેન્કર ચાલકે રોંગ સાઈડથી આવીને બસને ટક્કર મારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *