મનપાનો લોકહિતમાં નિર્ણય : મહેસાણા વાસીઓને માત્ર 5 રૂપિયામાં 20 લિટર ઓ.આર.એસ યુક્ત ઠંડું પીવાનું પાણી મળશે

મનપાનો લોકહિતમાં નિર્ણય : મહેસાણા વાસીઓને માત્ર 5 રૂપિયામાં 20 લિટર ઓ.આર.એસ યુક્ત ઠંડું પીવાનું પાણી મળશે

ઠંડક સાથે સ્વાસ્થ્ય પ્રદાન કરવા મનપાનો નવતર અભિગમ

ગુજરાતમાં જ્યારે વિધિવત રીતે ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યનારાયણ દ્વારા અગળજ્વાળા વરસાવવામાં આવતી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. તેવામાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરિજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા મહેસાણા વાસીઓને આવી આકરી ગરમીમાં ઠંડક આપવાની સાથે શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે સ્વાસ્થ્ય પ્રદાન કરવાના હેતુથી મનપા સંચાલિત શુદ્ધ પીવાના પાણીના પ્લાન્ટ પર ફક્ત પીવાનું પાણી જ મહી પરંતુ ઓ.આર.એસ વાળું પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જોકે મહેસાણા મનપા પોતાના તઘલખી નિર્ણય માટે ખૂબ જ પ્રચલિત છે પરંતુ મનપા દ્વારા જ્યારે લોકહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે શહેરીજનોએ મનપા પ્રત્યે ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.

મહેસાણા શહેરમાં હાલના તબક્કે અનેક જગ્યાએ સાદા મિનરલ પાણીના પ્લાન્ટ કાર્યરત છે જે પ્લાન્ટમાં  સાદા પાણીની જગ્યાએ હવે ઓ.આર.એસ યુક્ત પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં શહેરીજનોને ઠંડા પાણીની ઠંડકની સાથે શક્તિવર્ધક સ્વાસ્થ્ય પ્રદાન કરવાનો નવતર અભિગન અપનાવવામાં આવ્યો છે. મહેસાણા મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો અને ચાર રસ્તાઓ પર સાદા મિનરલ પાણીના પ્લાન્ટ કાર્યરત છે. ઉનાળામાં શરીરમાં પાણીની અછત થવી એ આઅમાન્ય બાબત છે પરંતુ તેના કારણે ઉભી થતી અનેક સમસ્યાઓથી શહેરીજનોને બચાવવા માટે આ તમામ પ્લાન્ટ પરથી હવે ઓ.આર.એસ વાળું શક્તિવર્ધક પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણા મનપા દ્વારા ઉભી કરવામાં આવેલી આ પ્રકારની સુવિધાને કારણે લોકોને પીવાનું ઠંડુ પાણી તો મળશે જ પરંતુ ગરમી સામે લડવાની શક્તિ પણ મળતું થશે. આમ તો મહેસાણામાં અલગ અલગ પાંચ સ્થળોએ મિનરલ પાણીના પ્લાન્ટ વેન્ડર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં આવનારા એકાદ મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં અન્ય નવા છ મિનરલ પાણીના પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. જે પ્લાન્ટ પરથી શહેરીજનોને માત્ર એક રૂપિયામાં એક લિટર પાણી તેમજ પાંચ રૂપિયામાં વિસ લિટર પાણીના નવીવત ભાવે એ પણ ઠંડુ અને ઓ.આર.એસ યુક્ત પાણી મળી રહેશે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *