પાલનપુરમાં ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો

પાલનપુરમાં ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો

ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના સ્ટાફે બાતમી આધારે ચાઈનીઝ દોરી સાથે ઈસમને ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયૅવાહી હાથ ધરી હતી. પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના એ.એસ.આઈ. જોરાવરસિંહ સરદારસિંહ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે સમયે   બાતમી મળેલ કે ગોબરી રોડ નવા ગંજ નજીક એક ઈસમ ચાઈનીઝ દોરી લઈ ઉભો છે. જે બાતમી આધારે પોલીસે સ્થળ ઉપર રેડ પાડી પાલનપુર તાલુકાના મેતા ગામે રહેતા વિક્રમભાઈ પરથીભાઇ પટણીને 10 બોક્સ ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 4000 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી વિક્રમભાઈ પરથીભાઇ પટણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *