ઘૂસણખોરોને મદદ: મમતા બેનર્જીએ ઘૂસણખોરોણે લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો

ઘૂસણખોરોને મદદ: મમતા બેનર્જીએ ઘૂસણખોરોણે લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે. તેથી જ બંગાળમાં અશાંતિ ફેલાઈ રહી છે. આ કેન્દ્ર સરકારનો એજન્ડા છે. તેમણે કહ્યું કે જો બીએસએફ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો તૃણમૂલ કોંગ્રેસ  તેમનો વિરોધ કરશે. અમે કેન્દ્ર સરકારને આ અંગે ઘણી વખત જણાવ્યું છે. કેન્દ્ર જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અમે કેન્દ્રને વિરોધ પત્ર પણ મોકલીશું. બેનર્જીએ કહ્યું- ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે બીએસએફ બોર્ડર પર તહેનાત છે પરંતુ તેઓ બાંગ્લાદેશીઓને ઈસ્લામપુર, સીતાઈ અને ચોપરા બોર્ડરથી ભારતમાં ઘુસવાની મંજુરી આપી રહ્યા છે.

બીએસએફ પણ મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે. જો તેઓ ઘૂસણખોરોને બંગાળમાં ઘુસવા દેશે અને તૃણમૂલ કોંગ્રેસ ને દોષી ઠેરવે તો આવું ચાલશે નહીં. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ‘નર્સરી’ બની ગયું છે. બંગાળ સરકારે શરૂઆતમાં બાંગ્લાદેશીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું અને પછી તૃણમૂલ કોંગ્રેસ  સાંસદ અભિષેક બેનર્જીએ બાંગ્લાદેશીઓના નામે રાજકારણ કર્યું. આ હાસ્યાસ્પદ છે. આ લોકોએ સમગ્ર દેશની માફી માંગવી જોઈએ.

જો ભાજપના નેતાઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો અંગે ચિંતિત હોય તો તેઓ દિલ્હીની મોદી સરકારને નક્કર પગલાં ભરવાનું કેમ કહેતા નથી. 9 ડિસેમ્બરે, મમતા બેનર્જીએ બાંગ્લાદેશી નેતાઓના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા પર બાંગ્લાદેશનો અધિકાર છે. મમતાએ કહ્યું હતું કે તમને શું લાગે છે, જો તમે અમારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરશો તો અમે લોકો લોલીપોપ ખાતા રહીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *