થાણે જિલ્લામાં દિવા અને મુમ્બ્રા સ્ટેશનો વચ્ચે બનેલી ઘટના બાદ નિર્ણય: લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ મુસાફરોના મોત થયા
મહારાષ્ટ્રના મુમ્બ્રા વિસ્તારમાં થયેલા મોટા ટ્રેન અકસ્માત બાદ રેલવે દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ અકસ્માતને ધ્યાનમાં રાખીને, રેલવેએ જાહેરાત કરી હતી કે મુંબઈ લોકલ માટે બનાવવામાં આવી રહેલા તમામ નવા કોચ (રેક)માં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા હશે. આવો ફેરફાર કરવાનો હેતુ મુસાફરોને ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી બચાવવાનો છે. રેલવે બોર્ડે કહ્યું કે મુંબઈ લોકલ માટે તૈયાર કરવામાં આવી રહેલા તમામ નવા રેકમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા હશે.
થાણે જિલ્લામાં દિવા અને મુમ્બ્રા સ્ટેશનો વચ્ચે તાજેતરમાં બનેલી ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમય દરમિયાન, ભીડભાડવાળી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી ઓછામાં ઓછા પાંચ મુસાફરોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. રેલવે દ્વારા આ પગલું ભરવાનો હેતુ મુંબઈની ભીડભાડવાળી લોકલ ટ્રેનોમાં સલામતી વધારવાનો અને ખુલ્લા દરવાજાને કારણે થતા અકસ્માતોને રોકવાનો છે. રેલવે બોર્ડે એ પણ પુષ્ટિ આપી છે કે મુંબઈ લોકલ નેટવર્ક પરના તમામ હાલના રેકને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે.બંને ટ્રેનોના ફૂટબોર્ડ પર ઉભેલા મુસાફરો એકબીજા સાથે અથડાઈ ગયા હતા, જેના કારણે ઘણા લોકોએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં આઠ મુસાફરો પડી ગયા હતા. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી પાંચને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કુલ 13 મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા.