મહારાષ્ટ્રના નાસિકમાં રવિવારે એક મોટી દુર્ઘટના થઈ. નાસિક જિલ્લાના દ્વારકા સર્કલમાં ટેમ્પો અને ટ્રક વચ્ચેની અથડામણમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સાંજે 7.30 વાગ્યે અયપ્પા મંદિર પાસે થયો હતો.
ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે અકસ્માત
પોલીસ અધિકારીએ કહ્યું, “ટેમ્પોમાં 16 મુસાફરો હતા, જેઓ અહીં સિડકો વિસ્તારમાં જઈ રહ્યા હતા. તેઓ નિફાડમાં ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. ટેમ્પો ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પાછળથી લોખંડના સળિયા ભરેલી ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માતમાં કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક
છે.