મહેસાણા RTO ની સ્કૂલ સેફટી અંતર્ગત મોટી કાર્યવાહી : દંડ વસુલી વાહનો ડિટેઇન કર્યા

મહેસાણા RTO ની સ્કૂલ સેફટી અંતર્ગત મોટી કાર્યવાહી : દંડ વસુલી વાહનો ડિટેઇન કર્યા

મહેસાણામાં વહેલી સવારે ૬ વાગ્યે જ ૧૫થી વધુ અધિકારીઓએ કર્યું આકસ્મિક ચેકીંગ હાથ ધરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી મુક્યા હતાં. જેમાં શહેર ટ્રાફિક પોલીસની ટીમ પણ જોડાઈ હતી.

આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસની કુલ પાંચ ટીમો એ શૈક્ષણિક સંકુલો નજીક પાંચ સ્થળોએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં સ્કૂલવાન સહિતના અનેક વાહનો પર કડક કાર્યવાહી કરતાં રૂપિયા ૨.૪૪ લાખનો દંડ વસુલાયો હતો તેમજ ૧૭ જેટલા વાહનોને સ્કૂલમાંથી જ ડિટેઇન કરવામાં આવ્યાં હતાં. જેમાં ખાસ કરીને લાઇસન્સ વિના વાહનો ચલાવતા બાળકોને કાર્યવાહી સાથે રોડ સેફટીની સમજ પણ અપાઈ હતી.

આ સંદર્ભે અગાઉ કરવામાં આવેલી ડ્રાઈવની અસર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. ઓછી સ્પીડ વાળા ઇલેક્ટ્રોનિક વાહનો લઈને આવતા બાળકોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. સ્કૂલના બાળકો વધુ સલામત બને એ અંતર્ગત આવી સ્પેશિયલ ડ્રાઈવ કરાઈ જેમાં સ્કૂલ વાન, સ્કૂલ બસોનું પણ ચેકીંગ હાથ ધરાયુ હતું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *