આજે મહાસુદ પૂર્ણિમા ને લઇ શક્તિપીઠ અંબાજી માં સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તો 52 ગજ ની ધજાઓ લઈને પણ અંબાજી મંદિરે પહોંચ્યા હતા આજના દિવસ નું જાણે અનેરો ઉત્સાહ હોય તેમ ભક્તો માતાજી ના ચાચરચોક માં ગરબા ની પણ મોજ માણી હતી આજે મહાસુદ પૂર્ણિમા ના દિવસે માતાજી ના દર્શન નો વિશેષ મહત્વ હોય તેમ ભક્તો નો ઘોડાપુર અંબાજી મંદિર માં જોવા મળ્યું હતું એટલુંજ નહિ અંબાજી પરિષર માં એક અનોખી પ્રણાલિકા પણ જોવા મળી હતી.
જોકે અનેક મંદિરોમાં વિવિધ પ્રકાર ના પ્રસાદનું વિતરણ કરાતું હોય છે ત્યારે અંબાજી ના ચાચરચોક માં જય અંબે ગ્રુપ ઉંઝા ના માઈ ભક્તો દ્વારા ગરમ ગરમ મશાલેદાર ચા નો પ્રસાદ વિતરણ કરતા નજરે પડ્યા હતા આજે ઠંડી નું પ્રમાણ પણ જોવા મળતા અનેક શ્રદ્ધાળુઓ ચા ના પ્રસાદની ચુસ્કી નો આનંદ લેતા નજરે પડયા હતા અને યાત્રિકોમાં પણ મંદિરમાં ચા નો પ્રસાદ મળતો હોવાનું જાણી આશ્ચર્ય સાથે આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી. જોકે હાલ માં શિયાળો અને ચોમાસા માં ઠંડીની સીઝન હોવાથી આ સેવાગ્રુપ દ્વારા મંદિર ના ચાચરચોક માં ગરમ ગરમ ચા ના પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું છે તેજ રીતે નજીક ના સીઝન માં ઉનાળા ની સીઝન આવી રહૈ છે ત્યારે ગરમી માં પૌષ્ટિક પીણું ઘણાતું ઠંડી મસાલેદાર છાસ નું વિતરણ કરશે તેમ આયોજક જય અંબે ગ્રુપ ઉંઝા એ જણાવ્યું હતું.