સરકાર જાનમાલની સુરક્ષા વ્યવસ્થામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો કરાયા; પહેલગામ બૈસર ખીણમાં ત્રાસવાદી સંગઠન દ્વારા ભારતીય મ્રૂતકોને કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તાજેતરમાં જમ્મુ કાશ્મીર ખીણમાં પહેલગામની બૈસર ખીણમાં પાકિસ્તાની આતંકીએ ર૮ નિર્દોષ પર્યટકોને ગોળી મારી મોત નિપજાવનાર આતંકીઓ વિરુદ્ધ ઉંઝા ખાતે ગાંધી ચોક વિસ્તારમાં મ્રુત્યુ પામનાર પર્યટકોના માનમાં ઉંઝા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમાએ મીણબત્તી પ્રગટાવીને બેનર્સ તળે મૌન રેલી કાઢી નગરપાલિકા વિસ્તારમાં ફરી શોક વ્યક્ત કરી મ્રત્યુ પામનાર પર્યટકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડી.ટી.ઝાલા, અરવિંદ પટેલ, આર.એલ.પરમાર ઐઠોર, મીસરીખાન પઠાણ, જીગ્નેશ આગજા, અશ્વિન ગાંધી, નટુજી ઠાકોર, રમણલાલ પરમાર સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આમ જનતા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર પોતાની ભૂલો સ્વીકારતાં તેમણે સ્વૈરિછક રાજીનામું આપી કેન્દ્ર સરકારને બરખાસ્ત કરી પર્યટકોના જાનમાલની સુરક્ષા વ્યવસ્થામાં નિષ્ફળ ગયા હોય લોકશાહી ટકાવી રાખવા સરકાર બરખાસ્ત કરી દો તેવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરી હતી.

