છેલ્લા છ મહિનાથી થરાદ થી ઢીમા રોડ બનાવવા માટેની પ્રોસેસિંગ છતા કામગીરી ચાલુના થતી હોવાની રાવ; વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ને જોડાતો થરાદ થી ઢીમા રોડ નવીન બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્રોસેસિંગ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી નવીન રોડ બનાવવા માટેની કામગીરી તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવતી નથી જેને લઇને ધરણીધર ભગવાન અને ઢીમણનાગ દાદાના ધામમાં આવનાર યાત્રાળુઓ તેમજ સહરદી વિસ્તારના ગામડાઓમાંથી અવર-જવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં તંત્ર જાણે આંખો આડા કાન કરી તમાશો જોતું હોય તેવા દ્રશ્યો છેલ્લા છ મહિનાથી દેખાઈ રહ્યા છે. થરાદ થી ઢીમા 12 કિલોમીટરના અંતરે 50થી વધારે ખાડાઓ પડી ગયા છે. તેમ છતાં ખાડાઓનું રીપેરીંગ કામ પણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી જેને લઈને વાહન ચાલકો તેમજ દર પુનમના દિવસે ધરણીધર ભગવાનના ધામ ઢીમાની અંદર ભવ્ય મોટો ભરાતા લોક મેળા દરમિયાન આવનાર યાત્રાળુઓ ખૂબજ પરેશાન થઈ રહ્યા છે. અને બીજી બાજુ આ બાબતે રોડ વિભાગના જવાબદાર તંત્રનુ અનેકવાર ધ્યાન દોરવામાં આવતા છેલ્લા છ મહિનાથી જવાબદાર અધિકારી દ્વારા એક જ રટણ કરવામાં આવી રહ્યું છે. કે કામગીરી ચાલુ છે ટૂંક જ સમયની અંદર કામગીરી ચાલુ કરવામાં આવશે.
આ છેલ્લા છ મહિનાથી આ એક જ વાત ચાલતી હોય જેને લઈને લોકો પણ અને આવનારી યાત્રાળુઓ પરેશાન થઈ રહ્યા છે. આ રોડની કામગીરી ચાલુ કરવામાં કંઈકને કંઈક જગ્યાએ રાજકારણ રમાતું હોય તેવી સ્થાનિક લોકોમાં રાવ ઊભી થઈ છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને આ કયા કારણોસર યાત્રાધામ ઢીમા ને જોડાતો થરાદ થી ઢીમા રોડનું નવીન કરણ કરવામાં આવતું નથી જેની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો અને આવનાર યાત્રાળુઓ માગ કરી રહ્યા છે.