મહેસાણા જિલ્લામાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજયની ચુંટણી; 664 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે

મહેસાણા જિલ્લામાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજયની ચુંટણી; 664 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે

16 ફેબ્રુઆરીએ 1.20 લાખથી વધુ મતદારો 127 મથકો પર મતદાન કરશે; મહેસાણા જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 1,20,751 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 61,642 પુરુષ, 59,087 મહિલા અને બે થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 68 મતદાન કેન્દ્રો પર કુલ 127 મતદાન મથકો ઊભા કરવામાં આવશે, જ્યાં 664 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

ખેરાલુ અને વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત, મહેસાણા જિલ્લા પંચાયતની મલેકપુર બેઠક અને વિવિધ તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે પણ મતદાન યોજાશે. આમાં ખેરાલુ તાલુકા પંચાયતની ત્રણ, વડનગર, વિજાપુર, જોટાણા અને કડી તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે.

વડનગર નગરપાલિકાની 28 બેઠકોમાંથી છ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર બેમાં બે મહિલા, વોર્ડ પાંચમાં એક મહિલા અને વોર્ડ સાતમાં બે મહિલા અને એક પુરુષ ઉમેદવાર બિનહરીફ થયા છે. બીજી તરફ, ખેરાલુ નગરપાલિકાની 24 બેઠકોમાં પાંચ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા છે. વોર્ડ નંબર બેમાં કોંગ્રેસના ત્રણ અને આપ તથા અપક્ષના એક-એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા, ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ થવાની શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *