મહેસાણાના લિંચ ગામમાં લુંટની ઘટના; રિવોલ્વરની અણીએ 6.50 લાખની લુંટ ચલાવી ફરાર

મહેસાણાના લિંચ ગામમાં લુંટની ઘટના; રિવોલ્વરની અણીએ 6.50 લાખની લુંટ ચલાવી ફરાર

મહેસાણા તાલુકાના લિંચ ગામમાં એક દિલધડક લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ચાર અજાણ્યા શખ્સોએ રિવોલ્વરની અણીએ એક મહિલાના ઘરેથી અંદાજે 6.50 લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ મહિલાના પુત્રને કેનેડા મોકલવાના બહાને એજન્ટ બનીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે દરમિયાન મહિલા ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરીને લૂંટારૂઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ચેતનાબેન પટેલે જણાવ્યું કે, ‘બે લોકો અંદર હતા અને બે ગાડીમાં હતા. તેઓ કાળા રંગની ગાડીમાં આવ્યા હતા. લૂંટારૂઓ અમારા ઘરમાંથી થેલામાંથી 10 લાખ રૂપિયા લઈ ગયા છે.’ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ લૂંટની ચોક્કસ રકમ જાણી શકાશે, પરંતુ પોલીસના જણાવ્યા મુજબ, અંદાજે 6.50 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. જો કે, સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ સાચી હકીકત જાણી શકાશે. સમગ્ર મામલે લાંઘણજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને લૂંટારૂઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *