વિઠોદરની સીમમાંથી ₹2.15 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું જ્યુપીટર ઝડપાયું

વિઠોદરની સીમમાંથી ₹2.15 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું જ્યુપીટર ઝડપાયું

બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા રેન્જ આઈ.જી. પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે.

​એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર  એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વિઠોદર ગામની સીમમાં વોચ ગોઠવી તપાસ કરતા, એક શંકાસ્પદ જ્યુપીટર સ્કૂટર મળી આવ્યું હતું​પોલીસ તપાસ દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની વિગતો નીચે મુજબ છે: વિદેશી દારૂની બોટલો: 456 નંગ (કિંમત રૂ. 1,35,571/-) ​એક્ટીવા જ્યુપીટર (કિંમત રૂ.80,000/-) ​કુલ મુદ્દામાલ: રૂ. 2,15,571/-જપ્ત કરી ​આ કેસમાં સ્થળ પરથી પકડાયેલ બંને આરોપીઓ સહિત દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર તમામ શખ્સો વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *