ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યામાં વધારો; સરકારે ગણતરીના આંકડા જાહેર કર્યા

ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યામાં વધારો; સરકારે ગણતરીના આંકડા જાહેર કર્યા

ગુજરાતના જંગલોમાં એશિયાઈ સિંહોની ગર્જના હવે વધુ તીવ્ર બની ગઈ છે. રાજ્યમાં એશિયાઈ સિંહોની અંદાજિત સંખ્યા પાંચ વર્ષ પહેલાં ૬૭૪ હતી, જે વધીને ૮૯૧ થઈ ગઈ છે. આ મહિને કરવામાં આવેલી ગણતરીઓના આધારે અધિકારીઓએ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંહો હવે ફક્ત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્યો પૂરતા મર્યાદિત નથી રહ્યા પરંતુ તેમની હાજરી હવે 11 જિલ્લાઓમાં ફેલાઈ ગઈ છે. આમાં ઘણા બિન-વન અને દરિયાકાંઠાના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી; ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોતાના X એકાઉન્ટ પર લખ્યું, “ખૂબ જ રોમાંચક સમાચાર! ‘પ્રોજેક્ટ લાયન’ હેઠળ થઈ રહેલા પ્રયાસો ગુજરાતમાં સિંહોનું રક્ષણ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે.

રાજ્યના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની ગણતરી કરવામાં આવે છે. સ્વયંસેવકોએ સિંહોનો સમય, દિશા, લિંગ, ઉંમર, શરીર પરના ખાસ નિશાનો અને GPS સ્થાન જેવી માહિતી રેકોર્ડ કરી. રિલીઝ અનુસાર, સિંહોની ગણતરી માટે કેમેરા ટ્રેપ, હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને રેડિયો કોલર જેવા ટેકનિકલ સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એશિયાટીક સિંહો જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદમાં જોવા મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *