વડાવલી ની ગોઝારી ધટનામાં મૃત્યુ પામેલ પાંચ સભ્યોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય આપવા ચાણસ્મા ધારાસભ્યે મુખ્યમંત્રી ને પત્ર લખ્યો.વડાવલી ની ગોઝારી ધટનામાં મૃત્યુ પામેલ પાંચ સભ્યોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય આપવા ચાણસ્મા ધારાસભ્યે મુખ્યમંત્રી ને પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ને લખેલા પત્રમાં ચાણસ્મા ના ધારાસભ્યે જણાવ્યું છે કે મારા મત વિસ્તારના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તા.૦૯/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ સાંજના સમયગાળામાં ગામના તળાવમાં પગ લપસવાથી એક બાળક ડૂબાયેલ આ બાળકને બચાવવા જતાં પરિવારના અન્ય બીજા ચાર સભ્યો પણ આ તળાવમાં ડૂબાયેલ જેની ગ્રામજનોને જાણ થતાં બાદમાં પાંચેય વયક્તિઓને ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ પરંતુ આ તમામ લોકોને તબીબોએ મૃત જાહેર કરેલ.
આ કરૂણ દુર્ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાયેલ જેના પગલે મારી આ ઉપરોક્ત સંવેદનસીલ રજૂઆતને માન આપી ગરીબ વર્ગીય મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રીના રાહત ફંડ માંથી આર્થિક સહાય આપવામાં આવે તેવી તોઓ દ્રારા પત્રમાં ભલામણ કરી છે.