વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્થળ કેવડિયામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના સફારી પાર્કમાં એક દીપડાએ હુમલો કરીને કાળા હરણનું મારણ કર્યું હતું. આ હુમલાના આઘાતને કારણે અન્ય સાત કાળા હરણો પણ મૃત્યુ પામ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફારી વિસ્તારમાં જંગલી દીપડો ઘૂસી ગયો હોય તેવી આ પહેલી ઘટના છે. 1 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

- January 6, 2025
0
91
Less than a minute
You can share this post!
editor