રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક (હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ સાથે ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે લેવાયેલા આ નિર્ણય અનુસંધાને નોટિફિકેશનનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે આ આદેશનો કડક અમલ કરાવવા તમામ મહાનગરોના પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *