પાટણ પોલીસ જીલ્લામાંથી પ્રોહી અને જુગાર લગતની ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે એલસીબી પીઆઇ આર.જી.ઉનાગર નાઓના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એસ.બી.સોલંકી તથા સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે શેખ આબીદ ઇબ્રાહીમ ભાઇ રહે.પાટણશ્રમજીવી ભવાની મસાલા પાછળ તા.જી.પાટણવાળો પાટણ શહેર છબીલા હનુમાન મંદિર પાછળ આવેલ શિતલ રો હાઉસ સોસાયટી મ.ન.૧૨ ખાતે પહેલા માળે આવેલ રૂમમા બહારથી માણસો બોલાવી અંગત ફાયદા સારૂ અંદર બહારનો પાટલો (તેરીયુ) પૈસાથી ગંજીપાના વડે અલગ અલગ કોઇન મારફતે હાર જીતનો જુગાર રમી રમાડી રહેલ છે.
જે હકીકત આધારે પંચોના માણસો સાથે ટીમે રેડ કરતા છ ઇસમોને અંદર બહારનો પાટલો (તેરીયુ) નો જુગાર રમતા રોકડ રકમ રૂ.૩૮,૮૪૦ તથા મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૨૬,૦૦૦ મળી કુલ રૂ.૬૪,૮૪૦ ના મુદ્દામાલ સાથે પકડી તમામ ઇસમો વિરુધ્ધ પાટણ સીટી બી ડિવીઝન પો.સ્ટે જુ.ધા.કલમ ૪,૫ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ બી ડિવિઝન પોલીસ ને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલ આરોપીઓમાં શેખ આબીદભાઇ ઇબ્રાહીમભાઈ રહે.શ્રમજીવી કોર્ટ પાછળ તા.જી.પાટણ,ચૌધરી પ્રકાશભાઇ ભેમજીભાઇ મુળ રહે.કાંસા તા.સરસ્વતી જી.પાટણ હાલ રહે પાટણ જલારામ કોમ્પલેક્ષ મ.ન.૩૦૫,શેખ અરબાજ અહેમદભાઇ રહે.આબુવાલાનુ ડેલુ પાટણ,પ્રજાપતિ ચીરાગ રસીકલાલ રહે.કુલડીવાસ મીરા દરવાજા પાટણ,શેખ અલ્લારખાઇબ્રાહીમભાઇ રહે.આબુવાલાનુ ડેલુ પાટણ અને દવે ભાવીન મનુપ્રસાદ રહે .ચાચરીયા ચોક ભારત બેકરી પાસે પાટણ વાળા હોવાનું જાણવા મળ્યું છે.