વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-૨૮૩ કિં.રૂ.૬૦,૧૦૩નો મુદ્દામાલ હસ્તગત કરાયો
દારૂના ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ ઈસમોને ઝડપી લેવા ચક્રોગતિમાન કરાયા; પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામેથી બાતમીના આધારે પાટણ એલસીબી ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી તેની પાસેથી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-૨૮૩ કિં.રૂ.૬૦,૧૦૩નો મુદ્દામાલ હસ્તગત કરી આ દારૂના ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ ઈસમોને ઝડપી લેવા ચક્રોગતિમાન કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પોલીસ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવ્રુતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો રાધનપુર પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ધરવડી ગામે રહેતા ઠાકોર ભરતજી રામાજી ના ઘરે ઓચિંતી છાપો મારતાં ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનીબોટલો-ટીનનંગ-૨૮૩ કિં.રૂ.૬૦,૧૦૩ના મુદ્દામાલ સાથે ભરતજી રામાજી ઠાકોર ને પકડી પાડયો હતો.
જ્યારે આ દારૂના ગુનામાં સંડોવાયેલા ઠાકોર ભાવાભાઇ ભલાભાઇ રહે.ભાડિયા તા.રાધનપુર જી.પાટણ,ઠાકોર સ્વરૂપજી બાબુજી રહે.પાદર તા.કાંકરેજ જી.બ.કાંઠા અને હમીરાજી દલાજી રાજપુત રહે. મકડાલા તા.દિયોદર જી.બ.કાંઠા વિરૂધ્ધ રાધનપુર પો.સ્ટે.પ્રોહી.એક્ટ મુજબ ગુનો રજી. કરાવેલ હોય જેઓ ને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.