પાટણની સિદ્ધયોગી સોસાયટીના મકાનમાં ચાલતાં જુગારધામ પર એલસીબીએ છાપો માર્યો

પાટણની સિદ્ધયોગી સોસાયટીના મકાનમાં ચાલતાં જુગારધામ પર એલસીબીએ છાપો માર્યો

રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે કુલ રૂ.70,020 ના મુદ્દામાલ સાથે 4 જુગારીઓ જબ્બે કર્યો; પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ સિદ્ધયોગી સોસાયટીના મકાનમાં પાના પત્તીના ચાલી રહેલા જુગારધામ પર પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે છાપો મારી હારજીત નો જુગાર રમતા ચાર જુગારીયા ઈસમોને રોકડ રકમ અને જુગાર સાહિત્ય મળી કુલ રૂ.70,020 ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં પ્રોહી જુગારની ગે.કા.પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદશન હેઠળ સ્ટાફના માણસો પ્રોહી જુગાર લગતના કેશો શોધી કાઢવા સારુ પાટણ ટાઉનમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ સિધ્ધયોગી સોસાયટી મકાન નં. 23 માં ઠક્કર ભાઈલાલભાઈ ટીનુમલ તેના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા સારૂ હારજીતનો તિન પત્તિ પાનાનો જુગાર રમી રમાડવા બહારથી માણસો બોલાવે છે જે હકીકત આધારે ટીમે રેડ કરતા ચાર ઇસમોને રોકડ રકમ રૂ.34,020 તથા મોબાઇલ નં.4 કિ.રૂ.36,000 જુગાર સાહિત્યમળી કુલ રૂ.70,020 ના  મુદ્દામાલ સાથે પકડી પાડી ચારેય ઇસમો વિરુધ્ધ જુગાર ધારા કલમ 4,5 મુજબ પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ ને સોંપવામાં આવ્યાં છે.

પકડાયેલ જુગારીઓમાં

(1)ઠક્કર ભાઇલાલભાઇ ટીનુમલ રહે.સિધ્ધયોગી સોસાયટી,પદ્મનાભ ચોકડી પાસે પાટણ

(2) ઠક્કર પિયુષકુમાર રામજીભાઇ રહે.શૈલજા બંગ્લોઝ,અંબાજી નેળીયુ, પાટણ.

(3)ઠક્કર રમેશકુમાર મોહનભાઈ રહે.જલારામ પાર્ક સોસાયટી,દિયોદર તા.દિયોદર જી.બ.કા.

(4) પટેલ મિનેશકુમાર મોહનલાલ રહે.અઘારા દરવાજા અંદર ઉંચશેરી, પાટણ વાળા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *