માવસરીની સ્થાનિક પોલીસ ભાદરવી પૂનમના મેળાના બંદોબસ્તમાં હતી. તેનો ગેરફાયદો ઉઠાવી બુટલેગરો એ રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્લાનને બ.કાં એલ.સી.બી પોલીસે નિષ્ફળ બનાવી એક સપ્તાહમાં 4 સપ્ટેમ્બર અને 8 સ્પેમ્બરના રોજ અલ્ટો ગાડી તેમજ પિકઅપ ડાલા સાથે કુલ રૂ.12 લાખ થી વધુ કિંમતનો મુદ્દામાલ ઝડપી માવસરી પોલીસ મથકે ગુનો નોંધી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ કાર્ય વાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એલ.સી.બી.પી.આઇ એ.વી.દેસાઈ તેમજ પી.એસ.આઇ એસ.બી.રાજગોર તેમજ સ્ટાફમિત્રોની કામગીરી સરાહનીય બનતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવીન આવેલ જિલ્લા પોલીસ વડાના આગમન બાદ જિલ્લા સહિત સરહદી વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ પર અંકુશ જોવા મળતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

