પોલીસ દ્વારા પકડાયેલા ઈસમો પાસેથી પકડાયેલ રકમ માં ભારે થુપ્પલબાજી કરતા હોવાનું ચચૉસ્પદ
દિયોદર તાલુકાના દેલવાડા ગામની સીમમાં એલસીબી પોલીસે તીન પત્તીના જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા 5 ઇસમોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડયા છે જેમાં પોલીસે ફરાર 4 ઇસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલ સી બી પોલીસ દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે સમય દિયોદર તાલુકાના દેલવાડા ગામની સીમમાં અમુક ઈસમો તીન પત્તી નો જુગાર રમી રહ્યા છે તેવી ખાનગી બાતમી મળતા બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદર તાલુકાના દેલવાડા ગામની સીમમાં તીનપત્તી ના જુગારધામ પર રેડ કરી હતી જેમાં પોલીસે તીનપત્તી નો જુગાર રમતા ઇસમો ને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપિયા ૩૩,૮૨૦ તથા મોબાઈલ નંગ ૪ જેની કિંમત રૂપિયા ૧૬૦૦૦ કુલ મળી પોલીસે રૂપિયા ૪૯૮૨૦ નો મુર્દામાલ જપ્ત કરેલ જ્યારે ચાર ઇસમો ફરાર થઈ ગયેલ

