પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક; પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા કરેલ સૂચના અનુસંધાને એલસીબી પી.આઇ આર.જી.ઉનાગર ના માર્ગેદર્શન હેઠળ પાટણ જીલ્લામાં ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેને પકડી પાડવા સારૂ ચક્રોગતિમાન બનાવ્યાં હતાં તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આજથી તેર વર્ષ અગાઉ મણુંદ ગામે આવેલ રામજી મંદિરમાં રાત્રીના સમયે મંદિરમાં ઘુસી પુજારીને માર મારી સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડ રકમ મળી કુલ કિં.રૂ.3,51,900 ની ધાડ પાડી લૂંટ ચલાવેલ ગુનાનો આરોપી ખરાડીયા મહેશ દિપાભાઈ રહે જાદા ખેરીયા જાદાફળીયુ તા.લીમખેડા જી.દાહોદ વાળો હાલમા મોટીભગેડી ગામ તા.કાલાવાડ જી.જામનગર ખાતે જયરાજ સિંહ બાપુની વાડી ઉપર પોતાનું નામ રમેશ પરમાર હોવાનું જણાવી ભાગ્યા તરીકે રહે છે જે હકીકત આધારે ટીમે મોટી ભગેડી ગામ તા.કાલાવાડ મુકામે છાપો માંરીને ઉપરોક્ત આરોપીને દબોચી આગળની કાર્યવાહી સારૂ પાટણ તાલુકા પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- February 24, 2025
0 26 Less than a minute
You can share this post!
editor