પાટણ ધારાસભ્ય દ્રારા ગ્રામજનોની માંગ સંતોષતા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો; પાટણ વિધાનસભા વિસ્તાર ના કણી ગામે કણીથી ટુંડાઈ ગામને જોડતો રૂ.૧૩૩ લાખના ખર્ચે તૈયાર થનાર પેવર રોડનુ સોમવારે પાટણ ના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ સહિતના મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પેવર રોડની કામગીરી ના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે ધણા સમયથી આ પેવર રોડની માંગણીને સંતોષવામાં આવી છે ત્યારે આ નવીન પેવર રોડ તૈયાર થતા વાહનચાલકો સહિતના લોકોની મુશ્કેલી દુર થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે પાટણ તાલુકા કોંગ્રેસ સમિતી પ્રમુખ શ્રવણસિંહ ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભરતભાઈ પટેલ,પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ ઠાકોર, કણી ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ પટેલ, બાલીસણા ગામના વિશાલ પરમાર,બાબુભાઈ પટેલ,બાલીસણાના પૂર્વ સરપંચ મનહરભાઈ વણકર સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.