કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ગેંગસ્ટર રણદીપ મલિકની અમેરિકાની ફેડરલ કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રણદીપ અમેરિકામાં બેસીને લોરેન્સના આદેશ પર હત્યાઓ કરી રહ્યો હતો. તે દિલ્હીમાં નાદિર શાહ હત્યા કેસમાં વોન્ટેડ હતો. નાદિર શાહ હત્યા કેસમાં વપરાયેલા હથિયારો રણદીપે વિદેશમાં બેસીને પૂરા પાડ્યા હતા. રણદીપ સિંહ મલિકે ગુરુગ્રામ અને ચંદીગઢમાં ક્લબની સામે વિસ્ફોટોનું કાવતરું પણ ઘડ્યું હતું.
રણદીપ સિંહને અમેરિકાના જેક્સન પેરિશ કરેક્શનલ સેન્ટરમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. FBI એ રણદીપની ધરપકડ અંગેની માહિતી ભારતીય એજન્સીઓ સાથે શેર કરી છે.

