તમામ પ્રકારની ઓનલાઇન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકતા ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન એક્ટ પહેલી ઓક્ટોબરથી અમલી બનશે. આ અંગેનો નિયમો પહેલી ઓક્ટોબરથી અમલી બનાવાશે. ગયા મહિને સંસદે બહાલ કરેલા આ કાયદામાં ઈ-સ્પોર્ટ્સ અને અન્ય ઓનલાઈન ગેમ્સને પ્રોત્સાહન છે તથા તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકે છે.
આ અંગેની જાહેરાત કરતાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમે ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે ત્રણ વર્ષ સુધી ચર્ચા કરી હતી કાયદો પસાર કર્યા પછી, ફરી એકવાર, અમે તેમની સાથે સંપર્કમાં છીએ. અમે બેન્કો અને લગભગ તમામ પક્ષકારો સાથે વિચારવિમર્શ કર્યો છે અને અમે નિયમોને આખરી ઓપ આપ્યો છે. સરકાર ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે વધુ એક રાઉન્ડની મંત્રણા પણ કરશે.

