ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રીએ કરાવ્યો પ્રારંભ: કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે આવાજ ઉઠાવનાર યુવાનો માટે યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા બોલ અભિયાન શરૂ કરાયું છે. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ અને પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવનાર યુવાનોને મોકો આપવા માટે યંગ ઇન્ડિયા બોલ નામનું અભિયાન શરૂ કરાયું છે. ત્યારે પાલનપુર ખાતે યુથ કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ આંજણાએ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સરકાર સામે અવાજ ઉઠાવનાર યુવાનોનું રજીસ્ટ્રેશન કરાશે અને તેઓને પ્લેટફોર્મ પૂરું પાડી યુથ કોંગ્રેસમાં કામ કરવાની તક મળશે. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી મુકેશ ચૌહાણ, સંજય ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- January 5, 2025
0 63 Less than a minute
You can share this post!
editor