સરહદી વાવ સહીત ઢીમા પંથકમાંથી છેલ્લાં કેટલાંક સમયથી ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. ત્યારે વાવના વિસ્તરણ રેન્જ વન વિભાગ ના આર.એફ.ઓ જાણે ઘોર નિંદ્રામાં સૂતા હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા અનેક રજુઆત બાદ પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય એમ લીલા છમ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છે. ત્યારે સરહદી ઢીમા માવસરી કસ્ટમ રોડ પરથી જ રોજના 20 થી પણ વધારે ટ્રેકટર પસાર થાય છે. છતાં પણ અધિકારીઓ ચેમ્બરમાં બેઠા બેઠા સબ સલામત હોવાના નારા ગાઈ રહ્યાં છે.
સરહદી વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા આજુબાજુથી દરરોજ 20થી પણ વધારે ટ્રકટર ભરીને લીલા લીમડાં અને રહુડા જેવા કિંમતી વૃક્ષોનું આડેધડ કટિંગ કરીને વેચાઈ રહ્યાં છે ત્યારે થરાદ વન વિભાગના અધિકારીઓ આરામ ફરમાવી રહ્યાં છે કે ત્યારે વનવિભાગની રહેમ નજર હેઠળ જ સરહદી વિસ્તારમાં વૃક્ષછેદન પ્રવુતિ ફૂલીફાળી છે.તો છેલ્લા ઘણા સમયથી દિવસે અને રાત્રે લીલા વૃક્ષો ભરેલ ટ્રેક્ટરો પસાર થાય છે અને ટ્રેકટર નંબર પ્લેટ વગરના હોય છે .જેથી નંબર પ્લેટ વગરના ટ્રેકટર ચોરીના હશે કે અન્ય ગુનામાં? જેવા સવાલો ચર્ચાસ્પદ બની ચુક્યા છે.
લોક મુખે અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે આ તમામ લીલા વૃક્ષ દિયોદર ભાભર તરફની સો મિલોમાં પહોંચી રહ્યા છે. જ્યારે આ કામગીરી માં સામેલ કોઈ એક પ્રાઇવેટ વ્યક્તિ વેગન આર ગાડી લઈ આ પ્રવૃત્તિ માં સામેલ હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષ થી આ પ્રવૃત્તિ ફૂલી ફાલી રહી છે. આ બાબતે વન વિભાગના ડી એફ ઓ સરહદી વિસ્તારમાં થતાં વૃક્ષછેદન પ્રવુતિ સામે લાલ આંખ કરે તે જરૂરી છે.
રાત્રીના સમયે નંબર પ્લેટ વગરના; ટ્રેકટરો સામે પોલીસ તપાસ જરૂરી બની ચુકી છે.ત્યારે વનવિભાગ ના આર.એફ.ઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.જો કે વાવ ની વિસ્તરણ રેન્જ ના આર.એફ.ઓ ની કચેરી વાવ હોવા છતાં ભાગ્યેજ આ વિસ્તારમાં જોવા મળે છે.જેથી કરી ખેડૂત મિત્રો માં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. વાવ તાલુકાનાં ઢીમા સહીત કસ્ટમ રોડ પરથી મોટા પ્રમાણમાં આવા ટ્રેકટરો દ્વારા વૃક્ષછેદન કરવામાં આવે છે. દિવસ દરમિયાન વૃક્ષો કાપી રાત્રે નવ વાગ્યાની આસપાસ ટ્રેકટર ભરીને મિલોમાં નાખવામાં આવતું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

