હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના નિરમંડમાં ભૂસ્ખલન થતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે, જેમાં બે બાળકો સામેલ છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. જિલ્લામાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૨૩ થઈ ગયો છે.
ગ્રામ પંચાયતના સરપંચ ભોગારામે જણાવ્યુ કે, સોમવારે રાત્રે લગભગ ૧-૩૦ કલાકે ઘાટૂ પંચાયતના શરમાની ગામમાં વાદળ ફાટવાથી થયેલા ભૂસ્ખલનમાં બે ઘર સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયા. જેના કારણે એક જ પરિવારના પાંચ સભ્યો – બ્રેસ્ટી દેવી (૫૦), તેમનો પુત્ર ચુન્ની લાલ(૩૨), વહુ અંજુ (૨૫) અને પૌત્ર-પૌત્રી જાગૃતિ (૮) અને ભૂપેશ (૮) કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ગામના સરપંચે જિલ્લા વહીવટીતંત્રને આ ત્રાસદીની સૂચના આપી દીધી અને ગ્રામજનોએ સોમવારે રાતથી જ શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

