બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા સણથ ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાં રેતી ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા એવી રાવ ઉઠી છે કે નદીના પટમાં કોઈ પણ જાતની પરવાનગી વગર દિવસ-રાત ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રેતી ભરવામાં આવી રહી છે.રાત્રિના સમયે ખનન પ્રવૃત્તિ તેજ બને છે, જેના કારણે ગ્રામીણ રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસની જાણ બહાર આટલી મોટી માત્રામાં ખનન શક્ય નથી. ભૂમાફિયાઓ કોઈપણ ડર વગર નદીના કુદરતી સ્ત્રોતને નુકસાન પહોંચાડી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓમાં પણ આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ બાબતે સણથ ગામના જાગૃત નાગરિકોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે ખાણ-ખનિજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે.અને ગેર કાયદેસર રેતી ભરેલા ટ્રેક્ટરો જપ્ત કરી કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે.

