પાટણ ધારાસભ્યે આ નવિન માગૅ ની કામગીરી ગુણવત્તા યુક્ત કરવા સુચના આપી; પાટણ ઊંઝા હાઇવે પર ડુંગળીપરાના પાટીયા થી બાબરા મંદિર થઈ હાસાપુર ગામ સુધી ના ઉબડખાબડ બનેલા રોડ ના નવિનીકરણ મામલે વિસ્તારના લોકો ની રજુઆત ના પગલે મંજૂર થયેલ આ નવિન માગૅ નું પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું,
આ માગૅ ના નવિનીકરણ ના ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે આ માગૅ ઉબડખાબડ બનતાં વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી અને ચોમાસા દરમ્યાન માગૅ પરના ખાડાઓમાં વરસાદ ના પાણી ભરાતાં અકસ્માત ની સંભાવનાઓ પ્રબળ બની હતી ત્યારે આ માગૅ ના નવિનીકરણ થી વિસ્તારના લોકોની સમસ્યા દુર થશે તેમ જણાવી આ નવિન માગૅ નું કામ સુવ્યવસ્થિત રીતે ગુણવત્તા યુક્ત કરવા તેઓએ એજન્સી ને સુચના આપી હતી.