ભાભરની સરકારી કચેરીઓમાં પાણીની સુવિધાનો અભાવ; કચેરીઓમાં પીવાનું પાણી વેચાતું લાવવાની નોબત

ભાભરની સરકારી કચેરીઓમાં પાણીની સુવિધાનો અભાવ; કચેરીઓમાં પીવાનું પાણી વેચાતું લાવવાની નોબત

જી.ઈ.બી. કચેરીમાં પાણીનું કનેકશન જ નથી, તા.પં. કચેરીમાં પાણી આવતું નથી; ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. ત્યારે મુખ્ય સરકારી કચેરીઓની વાત કરવામાં આવે તો કચેરીઓમાં પણ પૂરતી પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે કચેરીઓમાં આવતા અરજદારો, અધિકારીઓ અને કર્મચારીઓને પાણી પીવા માટે વેચાતું પાણી લાવવામાં આવે છે.

વાત કરવામાં આવે ભાભર તાલુકા પંચાયતની તો ભાભર તાલુકા પંચાયત એ તાલુકાની મુખ્ય કચેરી છે. પરંતુ અહીં પૂરતું પાણી ના આવતું હોવાથી પીવા માટેનું પાણી વેચાતું લાવવું પડે છે. જેમાં મહિને અંદાજે 2000 રૂપિયા જેટલો ખર્ચ પીવાના પાણી પાછળ થાય છે. પાણી ન આવતું હોવાથી તાલુકા પંચાયતનો આરો પ્લાન્ટ પણ બંધ હાલતમાં છે. જ્યારે બી.આર.સી. કચેરીમાં પણ હાલ પાણીના આવતું હોવાથી ટેન્કર દ્વારા પાણી લાવવામાં આવે છે તેમજ પીવા માટે વેચાણથી પાણી લાવવામાં આવે છે. બીઆરસી કચેરીમાં પણ માસિક 4000 રૂપિયાનું પીવાનું પાણી વેચાતું લાવવામાં આવે છે. તેવું બીઆરસીએ જણાવ્યું હતું. જીઇબી કચેરીમાં તો પાણીનું કનેક્શન જ નથી. જેથી ટેન્કર દ્વારા વાપરવાનું પાણી લાવવામાં આવે છે તેમજ પીવા માટે પાણી વેચાણથી લાવવામાં આવે છે. જેનો માસિક ખર્ચ 3000 રૂપિયા જેટલો થાય છે જો ભાભર તાલુકાની  સરકારી કચેરીઓમાં આવી હાલત છે તો અન્ય ગ્રામ વિસ્તારોની કેવી હાલત હશે? તે સમજી શકાય તેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *