ધાનેરા તાલુકાની મોટાભાગની આંગણવાડી ઓમાં શૌચાલય ની સુવિધા નથી જો સુવિધા છે ત્યાં પાણીની વ્યવસ્થા નથી દર વર્ષે 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2001થી આ દિવસ ઉજવવાની શરૂઆત વર્લ્ડ ટોઇલેટ ઓર્ગેનાઇઝેશન દ્વારા થઈ હતી. વર્ષ 2013ની સાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને સત્તાવાર રીતે વિશ્વ શૌચાલય દિવસ જાહેર કરવામાં આવ્યો.
આ દિવસે લોકોને વૈશ્વિક સ્તરે સ્વચ્છતાના સંકટ સામે લડવા માટે પ્રેરવામાં આવે છે. જેને લઇ આજે ટીમ દ્વાર ધાનેરા શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પર શૌચાલય ની સુવિધા કેવી છે જેની જાત તપાસ મેળવામાં આવી હતી. સરકાર દ્વાર સ્વછતાની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જેમાં સૌથી વધારે શૌચાલય બનાવવા માટે પણ આર્થિક મદદ સરકાર કરે છે.
જોકે સરકારની યોજના અને સરકારી નાણાં નો ઉપયોગ કેવો થાય છે. એ આ આંગણવાડી કેન્દ્ર ના શૌચાલય કહી જાય છે. ખુલ્લા માં શોચ કરવું એટલે અનેક બીમારીઓને આમંત્રણ આપવું. ખુલ્લામાં શૌચ કરવાથી સૌથી વધારે અસર મહિલાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય ઉપર પડે છે. જોકે દર વર્ષે સ્વચ્છતા પાછળ મળતી ગ્રાન્ટ નો સદ ઉપયોગ ના થવાના કારણે આજે પણ બાળકો સહિત ગરીબ પ્રજા ખુલ્લા મા શોચ કરવા પર મજબૂર છે.
આંગણવાડી કેન્દ્ર પર મહિલાઓ ફરજ નિભાવતિ હોવા છતાં પણ મોટા ભાગના શૌચાલય બંધ હાલત મા છે. તો કેટલીક જગ્યા એ પાણી નો અભાવ હોવાના કારણે શૌચાલય ઉપયોગ ના આવતા નથી. આંગણવાડી કેન્દ્ર પર ની મહિલા કર્મચારીઓ રજૂઆત કરી શકતી નથી જેના કારણે આજે પણ અનેક સુવિધા વિના રામ ભરોશે ધાનેરા આંગણવાડી કેન્દ્ર નો વહીવટ થઈ રહ્યો છે.
ધાનેરા આંગણવાડી કેન્દ્રની મુખ્ય કચેરી પર થી શૌચાલય બાબતે આંકડાકીય માહિતી આ પ્રમાણે મળી છે. જેમાં કુલ 195 કેન્દ્ર છે. જેમાં 3 કેન્દ્ર પર શૌચાલય નથી જ્યારે 11 શૌચાલય રીપેરીંગ થઈ રહ્યા છે જો કે વાસ્તવિકતા કઈક જુદી જોવા મળી રહી છે. આંગણવાડી કેન્દ્ર પર પાણી તેમજ યોગ્ય સુવિધા સાથે ના સૌચાલય ની સુવિધા આપી બાળકો ને નાનપણ થી શૌચાલય નો ઉપયોગ કરતા શિખવવા એ જરૂરી છે.