મોડેલ કચેરી બનાંવવા માટે છેલ્લા છ વર્ષ થી થાય છે સરકારી કચરી તરફ થી સરકાર મા રજૂઆત; ગુજરાત રાજ્ય મોડેલ ધબકતું વિકાશિલ રાજ્ય કહેવામાં આવે છે. પરંતુ ગુજરાત ના સરહદી તાલુકાની સરકારી કચેરીઓમાં મળતી સુવિધા પણ મોડેલ ગુજરાતની યાદી માં સમાવેશ કરવો જરૂરી છે. ધાનેરા શહેર મા આવેલ જન સેવા કેન્દ્રમાં સબ રજીસ્ટ્રારની કચેરી આવેલી છે. જે કચેરીમાં દસ્તાવેજ સહિત ના કામ અર્થે તાલુકા મથક માંથી રોજિંદા 100 કરતા પણ વધારે પક્ષકારો આવે છે. જેમાં ધારાશાસ્ત્રી ની સંખ્યા પણ છે. જો કે આ સબ રજીસ્ટ્રાર કચેરી માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે.
એક નાનકડા કેબિન માં ભીડ ભાડ વચ્ચે કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરી રહ્યા છે. સાથે જન સેવા કેન્દ્ર હોવાના કારણે આધારકાર્ડ થી લઈ ઇ-ધરા ના કામો પણ આજ જન સેવા કેન્દ્ર મા થાય છે. મોટી સંખ્યામાં અરજદારોનો આવરો જન સેવા કેન્દ્ર મા જોવા મળે છે. જો કે આ સેવાના કેન્દ્રમાં જરૂરી સેવા નો અભાવ જોવા મળી રહ્યો છે. પીવાનાં પાણીની સુવિધા નથી કે નથી સફાઈની સુવિધા સૌચાલય માં ગંદગી છે. કારણ પાણી નથી આવતું જન સેવામાં કાર્યરત સબ રજીસ્ટ્રાર કચેરી સરકાર ને અંદાજિત 9 કરોડ રૂપિયા ની આવક કરી આપે છે. છતાં પણ પક્ષકારો માટે સુવિધા મળે આવું અહી દેખાતું નથી જેથી સ્થાનિક ધારા શાસ્ત્રીઓ ની માંગ છે કે સરકાર જે આવક આપનારી કચેરી છે. ત્યાં તો સુવિધા કરી આપે તેમ અમરત ભાઈ દેસાઈ વકીલ અને ચંદન સિહ દેવડા વકીલ એ જણાવ્યું હતું.
ધાનેરા ખાતે સબ રજીસ્ટ્રાર કચેરી આધુનિક બને તે માટે છેલ્લા 6 વર્ષ થી માગણી કરવામાં આવી રહી છે. મામલતદાર કચેરી નજીક સબ રજીસ્ટ્રાર કચેરી માટે જગ્યા પણ માગવામાં આવી છે. જો કે આજ દિન સુધી રજૂઆત કોઈ એ સાંભળી નથી. સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા ધાનેરા મામલતદાર ને પત્ર લખી જરૂરી સુવિધા માટે માગ કરાઈ છે. એટલે કહી શકાય કે એક સરકારી અધિકારી એ બીજા સરકારી અધિકારી પાસે સરકારી સુવિધા માટે માગ કરી છે. હવે વિચારો આમ પ્રજાની રજૂઆત નું શું થતું હસે તેમ ભરતભાઈ ચૌધરી જાગૃત નાગરિક એ જણાવ્યું હતું.