857બોટલ વિદેશી દારૂ સાથે 1023357 રૂ નો મુદ્દામાલ ઝડપ્યો; કાંકરેજ તાલુકા ના ખિમાણા સોની રોડ પર એલસીબી પોલીસે બાતમી ના આધારે વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપી પાડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે બાતમી મળતા એલસીબી સ્ટાફ ના માણસો બાતમી વાળી જગ્યા એટલે ખીમાણા સોની જસાલી રોડ પર વોચ ગોઠવી હતી. ત્યારે મોડી રાત્રે ગાડી આવતા તેને રોકવી હતી ત્યારે વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી નં.GJ05JR4182 આવતા તેને રોકવી તપાસ કરતા ગાડી મા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ હોવાનું જોવા મળેલ ત્યારે ગાડી તેમજ ક્રેટા ગાડીના ડ્રાયવર ગણેશભાઈ રબારી તા. થરાદ વાળા ને ગાડી સાથે ઝડપી લઇ નજીક ના શિહોરી પોલીસ મથકે લાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ક્રેટા ગાડી તેમજ ગાડી ચાલક ને શિહોરી લાવી ગાડી માંથી દારૂ ના ખોખા નીચે ઉતરી ગણતરી કરતા ઈગ્લિસ દારૂ બોટલ નંગ 857 જેની કિંમત રૂ 393349 તેમજ ક્રેટા ગાડી કિંમત 625000 તેમજ મોબાઈલ રૂ 5000 કુલ મુદ્દામાલ 1023349 રૂ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરેલ આગળની તપાસ થરા પોલીસ ને સોપાવામાં આવેલ હતી.

- June 4, 2025
0
124
Less than a minute
You can share this post!
editor