મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ નિજક આવેલી ભારત ડેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી કચ્છ જિલ્લાના અશુપાકલોએ ધામા નાખ્યા છે અને પોતાની સાથે થયેલી છેતરપીંડી માટે ન્યાયની માંગ ઉચ્ચારી છે. કચ્છ જિલ્લાના પશુપાલકો ન્યાય માટે મહેસાણાના છઠીયારડા ગામ નજીક આવેલ ભારત ડેરીના સંચાલક તેમજ અર્બન બેંકના ડાયરેક્ટર કિરીટભાઈ પટેલ પર અંદાજે 76 લાખ રૂપિયાની છેતરપિંડીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
જે અનુસંધાને કચ્છ જિલ્લાના માલધારીઓ અને પશુપાલકો દ્વારા ભારત ડેરીના સંચાલક કિરીટ પટેલ સાથે વાતચીત કરતા તેમને આશ્વાસન રૂપે શરૂઆતમાં અર્બન કો-ઓપરેટીવ બેંક મહેસાણાના ચેક આપવામાં આવ્યા હતા તે પરંતુ તે ચેક બોગસ સાબિત થયા હતા. ત્યાર બાદ ભારત ડેરીના સંચાલક કિરીટભાઈ પટેલ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેક આપવામાં આવ્યા હતા તે પણ તમામ ચેક બાઉન્સ થઈને રિટર્ન થયા હોવાથી કચ્છ જિલ્લા માલધારીઓ અને પશુપાલકોએ ભારત ડેરીમાં ધામા નાખી ન્યાયની માંગ કરતાં આંદોલનકારી વલણ અપનાવવા અને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. વારંવાર છેતરપીંડીનો ભોગ બનાવતા હોવાનું જણાવી માલધારીઓ અને પશુપાલકોએ ભારત ડેરીના સંચાલક અને અર્બન બેંકના ડાયરેક્ટર કિરીટભાઈ પટેલ વિરીદ્ધ નારેબાજી કરીને પોતાની સાથે કરવામાં આવેલી છેતરપીંડીનો સાચો ન્યાય મળે તેવી માંગ કરી છે.

