બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં કૂચાવાડા–દાંતીવાડા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મહુડી પીકઅપ બસ સ્ટેન્ડ નજીક સ્કોર્પિયો ગાડી અચાનક બેકાબૂ બનતાં રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર બાદ ગાડીએ પલટી મારી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસાનની ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગાડીમાં સવાર લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં ગાડીમાં સવાર તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટના બાદ થોડા સમય માટે રોડ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. હાલ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

