વડાવળ ખાતે સોલંકી પરિવાર દ્વારા પગપાળા યાત્રા સંઘનું સ્વાગત કરી પૂજન અર્ચન કર્યું
ભીલડીથી રાજસ્થાનના ભીનમાલ ખાતે બિરાજમાન ક્ષેમંકરી માતાજીના ધામમાં છઠી પગપાળા યાત્રા સંધનું સોમવારની વહેલી સવારે સેમોજ માતાજીના મંદિરેથી પ્રસ્થાન થયું હતું. અને શ્રાવણ સુદ ચૌદશને શુક્રવારના ભીનમાલ ખાતે આવેલા ક્ષેમંકરી માતાજીના મંદિરે પહોંચી ધ્વજા રોહણ કરશે.
ભીલડીથી નીકળેલી પગપાળા યાત્રા સંઘ વડાવલ ખાતે આવી પહોંચતા સ્વ:ચતરાજી ગોમાજી સોલંકીના પરીવાર દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે સ્વાગત કરી યાત્રા સંઘનું પૂજન અર્ચન કર્યું હતું. અને મોટી સંખ્યામાં યાત્રા સંઘમાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પગપાળા યાત્રા સંધમાં સંધપતિ તરીકેનો મનુભાઈ જોશી ભીલડી અને અજયકુમાર ગેલોત માલગઢ લાભ લીધો છે. જ્યારે આ પગપાળા યાત્રા સંઘના આયોજનમાં રમેશ માળી વડાવળ, નિતેશ મહેતા મુંબઈ કાંતિ મોદી અમદાવાદ, બળદેવ જોશી ભીલડી, હીરાલાલ માળી ડીસા, દિનેશ મોરખીયા સુરત, અશોક માળી વાસણા અને ખીમાજી માળી વડાવલ દ્રારા ભારે જહેમત ઉઠાવી હતી.

