બનાસકાંઠામાં આજે ભૂગર્ભ જળ 1200 ફૂટથી નીચે પહોંચ્યા છે. ત્યારે જળ સંચય અને જળ સંગ્રહ કરવો એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી વધુ ખેત પેદાશ મેળવી આત્મ નિર્ભર બનવું દરેક ખેડૂતનું સ્વપ્ન હોય છે. ત્યારે કોટડા ગામના રઘુભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં 200 ફૂટ લાંબી, 120 ફૂટ પહોળી અને 30 ફૂટ ઊંડી ખેત તલાવડી ખોદવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. આ ખેત તલાવડીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તેઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ ખેતી કરશે. આજના પ્રસંગે જળ સંચય ટીમના અણદાભાઈ જાટ તેમજ લાખણીના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અને રઘુભાઈ ચૌધરીના આ કાર્યને હું બીરદાવી બીજા ખેડૂતો પણ રઘુભાઈ ચૌધરી જોડેથી પ્રેરણા લઈ ખેત તલાવડી અને બોર રિચાર્જ કરે એવી અપીલ કરી હતી.

- March 17, 2025
0
52
Less than a minute
You can share this post!
editor