ગરીબોના મસિહાને નિહાળવા ચાહકોના ટોળેટોળાં ઉમટ્યાં; ભાભર જલારામ ગૌશાળાની મુલાકાતે આવેલા ખજુરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીએ ગૌ માતાને ફુલહાર પહેરાવી, પુજા અર્ચના ને આરતી ઉતારી ઘન્યતા અનુભવી હતી. જલારામ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા તેમનું ફુલ હાર પહેરાવીને ગૌ માતાની પ્રતિમાં આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જલારામ ગૌ શાળાના દરેક વોર્ડમાં ફરીને ખજુરભાઈએ આનંદ વ્યક્ત કર્યો હતો. ગરીબોના મસિહા અને કોમેડી કીંગ કહેવાતા નિતિનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈની ઝલક માટે એમના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ખજુરભાઈ કહ્યું હતું કે આવી કાળઝાળ ગરમીમાં દરેક લોકો રોડ રસ્તા પર ઉભેલી તમામ ગાય માતાઓને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે તડબુચ ખવડાવે. મારો ભોળો નાથ રાજી થશે અને એનાથી ડબલ આપશે અને જો ના આપે તો હું મારૂ નામ બદલી નાખીશ. તેમણે બનાસવાસીઓ અને ભાભર નગરજનનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિક્રમ ઠાકોરના વિવાદ અંગે બોલવાનું ટાળ્યું; ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરના હાલના વિવાદ અંગે પત્રકારોએ વારંવાર પ્રશ્ન પુછતા નિતીન જાની ઉર્ફે ખજુરભાઈએ કહ્યું હતું કે પ્રશ્ન અઘરો કર્યો છે. પણ હું તેલ વેંચી રહ્યો છું. તમને પણ ખ્યાલ છે કે મંદી બહુ છે એટલે મને તેલ વેંચવા દો. તેલ વેંચીશ તો મારો ધંધો આગળ વધશે અને ધંધો આગળ વધશે તો હું બે-ચાર ઘર વધુ બનાવીશ. આમ આડ કતરી રીતે જોઈએ તો તેઓ વિવાદમાં પડવા માગતા ન હોઇ બોલવાનું ટાળ્યું હતું.