પાટણ શહેરના વોર્ડ નં. 11 વિસ્તારમાં અંબાજી નગર ચોકડીથી ઓક્સફર્ડ સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપરની સોસાયટીના રહીશો દ્વારા વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઇ વારંવાર નગર પાલિકામાં કરાયેલ ઉગ્ર રજૂઆત અને રાત્રે કોર્પોરેટરના ઘરનો ધરાવો કયૉ બાદ સફાળા જાગેલા નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિસ્તારની જનતા જાગૃત થતાં અશક્ય કામ પણ નગર પાલિકા દ્વારા હાથ ધરવાની ફરજ પડી છે. એક તરફ વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને સરકારે 15 જૂન પછી કોઈ પણ જાતનું ખોદકામ કરવું નહીં તેવી ગાઈડલાઈન હોવા છતાં જનતા ના ઉગ્ર વિરોધના કારણે નગરપાલિકા દ્વારા ચાલુ વરસાદમાં પણ ખોદકામની કામગીરી કરી પાઇપ લાઇન નાખવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ વિસ્તારના જનતા પાસેથી શીખ મેળવી પાટણની જનતા પોતાના હકો માટે જાગૃત બને અને પોતાના વિસ્તારમાં થતા ગુણવત્તા વિહીન રોડ રસ્તા ના કામ, ભૂગર્ભ ગટરની સમસ્યા, ગંદકીની સમસ્યા, પાણીમાં કોન્ટ્રાબેશન થવાની સમસ્યા, પાણી નહીં મળવાની સમસ્યા, જેવી અનેક પ્રાથમિક સમસ્યાઓ સામે પાટણની જનતા જાગૃત બને તો કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી પાટણ નગર પાલિકા કામ કરવા માટે સક્ષમ બનેશે તેવી આશા પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે વ્યકત કરી હતી.