એક સપ્તાહ અગાઉ વાવ માં કપિરાજે આંતક મચાવી 5 થી વધુ લોકો ને બચકાં ભર્યા હતા અને પીડિતો ને સારવાર લેવાની ફરજ પડી હતી વન વિભાગ ની ટીમે રેસ્કયુ કરી પાલનપુર થી વન વિભાગ ના કર્મચારી ઓ આવી એર ગન થી કપિરાજ ને બે ભાન કરી પીંજરે પૂર્યા હતા જેથી કરી વન વિભાગ ની ટીમે અને લોકો એ હાશકરો અનુભવ્યો હતો. પરંતુ સત્તાવાર જાણવા મળતી માહિતી મુજબ ગતરોજ ફરી પાછો કપિરાજે આતંક મચાવી વાવ શહેરના હરિયાસર માતાજી ના મન્દિર માં પથર કામ નું કામ કરતા કારીગર ને બચકાં ભરતાં સારવાર લેવાની ફરજ પડી હતી. વધુ માં અન્ય કેટલાય મોરનીગ માં ચાલવા જતા લોકો ને કરડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બે દિવસ અગાઉ વન વિભાગ ના પીંજરે પુરાયેલા કપિરાજ તો વનવિભાગ ની નજર કેદ છે. પરંતુ બીજા અન્ય તોફાની કપિરાજે આંતક મચાવ્યો હોઈ આ કપિરાજ ને વનવિભાગ પીંજરે પુરી લોકો ને કપિરાજ ના ભય માંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ છે. લોક મુખે ચર્ચાતી વાતો મુજબ બે દિવસ અગાઉ વન વિભાગ મારફત પીંજરે પુરાયેલ કપિરાજ કોઈ અન્ય હશે જ્યારે તોફાની કપિરાજ હજુ વન વિભાગ ની પક્કડ બહાર હોય તેવું જણાઈ રહ્યું છે.