હાથીનું મોટું પેટ

કલરવ
કલરવ

પાછું વેકેશન પડયું.. છોટીયાના બે ભાણિયાઓએ મામાને ઘેર એમને લઈ જવાની હઠ લીધી.. છોટીયાએ ઘસીને ના પાડી દીધી.. ઉપરથી કહ્યું, તમને લઈ જવામાં કશો સાર નથી તમને લઈ જવામાં ત્યાં તમે એવા કારસ્તાન કરો છો કે મને છાશવારે મારા બોસ એવા વાઘમામા ધમકાવે છે. મારે એમને જવાબ આપવો પડે છે. માટે તમને લઈ જવાનો નથી. તમે વેકેશનમાં અહીં જ રહો.. છોટીયાએ સાફ સાફ જણાવી દીધું પણ રામલો ર અને ભગલો ભ હઠે ભરાણા એક જ રટ લઈને બેઠા.. બસ અમારે તો મામાના ઘેર જવુ ંજ છે. લઈ જાવ.. લઈ જાવ..
ભાણા હઠે ભરાણા.. એટલે છોટીયાને નમવું પડયું.. સાંજના પાંચ વાગે છોટીયો એ બંનેને લઈને એસટીમાં બેઠો.એસ.ટી. ઉપડી ત્યારે છોટીયાએ વધુ એક વાર કહ્યું તમે બે આવો છો તો ભલે પણ સીધા રહેજા..
જી..મામાજી..
રાત્રે સાડા આઠ નવ વાગે બેય ભાણિયાઓને લઈને છોટીયો ઘેર આવ્યો.. એને ન ગમ્યું હતું પણ શું કરે ? તો બીજી તરફ છોટીયાની પત્ની છોટાણીએ બેય એ ભાણીયાઓને આવકાર્યો.. કપાળ ચુમતાં કહ્યું વેકેશનમાં ભાણિયા તો મામાના ઘેર જ જાયને… પણ સીધા રહેજા. કોઈને પણ હેરાન કરતા નહીં..
હા મામી.. એ રાત્રે રામલો ર અને ભગલો ભ.. છોટીયાના ઘરનો ધાબે સુતા.. ધાબાની સામે પીપળાનું મસ મોટું ઝાડ હતું.. ત્યાં અડધી રાત્રે ઘુવડ બોલવા માંડયું.. ખીખીયારી કરવા લાગ્યું. રામલો ર જાગી ગયો એને ડર તો લાગ્યો પણ એ તો ઓઢીને સુઈ ગયો.
પાંચ દિવસ થયા. રામલા ર અને ભગલા ભ એ શાંતિથી પસાર કર્યા. છોટીયાને શાંતિ થઈ.. હાશ આ વખતે કંઈક થોડો ઘણો સુધારો તો થયો છે. જાકે છોટીયો રોજ રાત્રે કહેતો કયાંય ધમાલ કરશો નહીં..
જી મામા…
બેય જણા કહેતા..
હવે એ જંગલમાં ગજાનંદ હાથીરામને એક બચ્ચું હતું મમ્મુ મદનીયું એ વારે ઘડીયે પોતાની માતાને પોતાનું પેટ ફુલી ગયા અંગેની ફરીયાદ કરતું.. મામા જાજા મારૂં પેટ ફુલીને તુંબડતુંબ થઈ ગયું છે.મોટા ઢોલ જેવું થઈ ગયું છે.
ત્યારે મમ્મુ મદનીયાની મા કહેતી, બેટા એ તારો ખોટો ખ્યાલ છે. આપણા હાથીકુળમાં બધાંના પેટ ઢમઢોલ હોય છે. આ મારૂં પેટ જા.. તારા પિતાજી, કાકા મામા સૌના પેટ જા.. કેવા તુંબડતુંબ છે.. છતાંય એ ફરીયાદ કરે છે.. અને આ તું જા જાણે મારો જીવ ખાઈ ગયો..
માએ સમજાવ્યું પણ મમ્મુના ભેજે એ વાત ન ઉતરી તે ન ઉતરી..એ તો રોવા ચઢયું… માએ એને જેમ ધમકાવ્યો એમ એ રોવા લાગ્યું..
આ તરફ રામલો ર અને ભગલો ભ રખડતા રખડતા ત્યાં આવ્યા. એમણે રડતા મદનીયા મમ્મુની સામે જાતાં બધું જાણી લીધું કે મદનીયું એના ફુલી ગયેલા પેટના લીધે નારાજ છે એ એની માતાને એ અંગેની ફરીયાદ કરે છે પણ એની માતા કંઈક બીજી જ વાત કહે છે.
અને એ રીતે રામલો ર અને ભગલો ભ ને જાણે મસ્તી કરવાનું શરારત કરવાનું જાણે એક સાધન મળી ગયું. છ સાત દિન સુધી સીધા રહેલા છોટીયાના બેય ભાણીયા રામલો ર અને ભગલો ભ જાણે મેદાનમાં આવ્યા. એકબીજાને તાળી મારતા બોલી ઉઠયા.. આપણે નાના છોકરાઓ છીએ.. આપણે મસ્તી મજાક નહીં કરીએ તો કોણ કરશે ? સિત્તેર વર્ષના ડોસા ડોસી…
ને મસ્તી કરવાનું નક્કી કર્યું.. એ તો પહોંચ્યા મમ્મુ મદનિયા પાસે અને બોલી ઉઠયા.. અલ્યા મમુડા.. તારૂં ભમરડા જેવું પેટ જાઈને અમને શરમ આવે છે.. આ અમારૂં પેટ જા.. કેવું સીધું સટ છે..તો શું કરૂં ? મમ્મુએ પુછયું.
કપાવી નાખ…કોની પાસે ?
અમારી પાસે.. અંદરથી હવા નીકળી જશે એટલે તારૂં પેટ સીધુ સટ થઈ જશે ને તું રૂપાળો લાગીશ..
એમ ?
હાસ્તો વળી..આ વાત ઝાડ પર બેઠેલો જગલો વાંદરો સાંભળી ગયો.. એણે જઈને મમ્મુની માતાને કહ્યું, મમ્મુની મા ચોંકી.. પેટ તે કપાવાતું હશે ? પછી એ ગુસ્સે ભરાણી.. દંડો લઈ છોટીયાના ભાણાઓને બરાબર ઝુડી નાખ્યા.. બીજી તરફ રામલો ર અને ભગલો ભ આખું વેકેશન સીધા રહ્યા..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.