સ્વર્ગ ધરતી પર ઉતર્યું

કલરવ
કલરવ

ધનશા શેઠ ઉભા થઈ જુએ છે તો આચાર્ય શ્રી તેમના પ્રાંત ઃ કાર્યમાં લાગી ગયા છે. ધનશા શેઠ પ્રાત ઃ ક્રિયા પતાવી ગુરૂજી પાસે આવી બેઠા, અને રાતના સ્વપ્નની વાત કરી. ગુરૂજી તો આ સાંભળી ખુશ ખુશ થઈ ગયા અને કહે કે ધનશા, ખુદ પ્રભુ તમારા પર પ્રસન્ન થયા હોય તેમ લાગે છે’ માટે મારી ઈચ્છા છે કે અહીં એક સુંદર મંદિર બને.’
‘મારી પણ એવી જ ઈચ્છા છે ગુરૂજી.’
‘તો તમારીએ ઈચ્છા પૂર્ણ થશે.’ કહી ગુરૂજીએ ત્યાંથી વિદાય લીધી.
સમય વિતવા લાગ્યો, રાણાકુંભના મંત્રી તરીકે ફરજા બજાવતાં, સાથેસાથે સ્વપ્નમાં જાયેલા દિવ્ય વિમાનના આકારનું સુંદર મંદિર બનાવવાની કલ્પનાઓ ધનશા શેઠના મગજમાં ઘુમવા લાગી. તેણે દેશના ખુણેખુણેથી સ્થાપતિઓ બોલાવ્યા અને તેમની ડીઝાઈનો ભેગી કરી. તેઓ અભ્યાસ કરવા બેઠા પરંતુ એક પણ ડીઝાઈન તેમણે સ્વપ્નમાં જાયેલા વિમાનની કલ્પનાથી નજીક ન હતી. આથી ધનશા શેઠ ખુબ જ વિમાસણમાં પડ્યા, અને ખૂબ જ નિરાશ રહેવા લાગ્યા. એક દિવસ રાજ દરબારમાં રાણાકુંભાએ પુછ્યું.
‘મંત્રી શું વિચારમાં છો, તમારે એક મંદિર બનાવ્યું છે તેમાં આટલી ચીંતા શી છે.’
‘મહારાજ બીજી તો કોઈ ચીંતા નથી. સૌ આપની મહેરબાની છે. પણ મારી કલ્પના મુજબની ડીઝાઈન મને મળતી નથી,ધનશા શેઠે ખૂબ ક્ષુબ્ધ સ્વરે કહ્યું.
‘ઠીક એમ છે.. તો હાં એક સ્થપિત મારા ધ્યાનમાં છે.’
‘શું નામ…’
‘દેવાયત્ત’ આ દેવાયત્ત ગામના છેડે વસતો એક ખુબ જ ગરીબ શિલ્પી હતો. સામાન્ય સંજાગો હોત તો દેવાયતને તેઓ રાજદરબારમાં બોલવત કેમ કે તે વખતે એ વિસ્તારમાં ધનશા શેઠની આણ વર્તાતી હતી, અને રાણાના જમણા હાથ સમા હોવાથી ઘણી સત્તા તેમની પાસે હતી. પરંતુ ધનશા શેઠને સાંસરિક બાબતોમાં વિતરાગ થઈ આવેલો અને ધર્મ સાગરમાં ઉંડી ડુબકી મારીને પવિત્ર થયેલો આત્મા હોવાથી આ ધાર્મિક કાર્ય પર પાડવા નાના અને મોટાની તુચ્છ વાતો વચ્ચે આવવા ન દેતાં સીધા જ દેવાયત્તના ઝુંપડે પહોંચ્યા. દેવાયત્ત માટે તો જીવનની એ ધન્ય ઘડી હતી કે ગામના નગરશેઠ અને રાજ્યના મંત્રી એક ગરીબને ઝુંપડે આવી ઉભા હતા. દેવાયતે પ્રમાણ કર્યા અને આવવાનું પ્રયોજન પુછ્યું. ધનશા શેઠે મંદિરના ડીઝાઈન અને તેમના સ્વપ્નમાં જાયેલા કલ્પના રજુ કરી. બાદ તે મુજબ ડીઝાઈન બનવી આપવા વિનંતી કરી ત્યારે ગરીબ એવા દેવાયતે કહ્યું.
‘શેઠ સ્વપ્નની દુનિયાને સાકાર કરવી તે સહેલી વાત નથી. તેના માટે ધનના ડુંગર ખડકવા પડશે, અને છતાં તેને બનાવતાં જીંદગી કદાચ ઓછી પણ પડે.’
શેઠે કહ્યું ‘ઠીક છે તે બાબતની ચીંતા નથી.’ત્યારબાદ એક સુંદર ડીઝાઈન દેવાયતે બનાવી તે બરાબર સ્વપ્નમાં જાયેલી પલા ‘નલિની યુગ્મ’ વિમાન જેવી જ હતી. શેઠ તો ખુશખુશ થઈ ગયા, અને દેવાયત્તનો આભાર માન્યો. દેવાયતે કહ્યું.
‘આભાર તો મારે આપને માનવો જાઈએ કે આપ મારા ગરીબની ઝુંપડીએ. પધાર્યા.
‘ના…ના… દેવાયત એ તો કુદરતનો સંકેત છે.’
આ રીતે ધનાશેઠની વિનંતીને માન આપી શુભ મુહુર્તે મંદિરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. રાજા રાણાકુંભાએ ધનશા શેઠને માંદગી નામે ગામની મોટી જમીન ભેટ આપી. ઉપરાંત મંદિર માટે ધન મેળવવામાં પણ મદદ કરી. રાણાએ કરેલી મદદથી અને દેવાયત ઉદાર જેવા કુશળ શિલ્પીના પ્રયત્નોથી તેમજ ધનશા શેઠના પ્રબળ પુરૂષાર્થને લીધે સ્વર્ગનું વિમાન એક દિવસ જે કલ્પના માત્ર હતું. તે કૃતિના રૂપે ઈ.સ. ૧૪૪૬ માં આરંભાયું, આસાપાસ લોકો વસવા લાગ્યા. આમ કરતાં એક નવું ગામ વસ્યું, તેનું નામ રાણાકુંભાના નામ પરથી રાણપુરને પાછળથી રાણકપુર નામે પ્રસિધ્ધ થયું. વર્ષોના વહાણાં વાઈ ગયાં. મંદિરનું કામ પુરૂ થઈ શક્યું નહીં, તેમાં વળી વધતી ઉંમર અને કથળતી તબિયતને કારણે ધનશા શેઠની વિનંતીને માન આપી આચાર્યશ્રીના શુભ હસ્તે મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. જેનું બાકી રહેલું કામ ધનશા શેઠના ભાઈ રત્નાશાએ પુરૂ કરાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.