સાચો મિત્ર

કલરવ
કલરવ

વ્રજ નામનો એક છોકરો હતો. સુખી ઘરનો આ છોકરો હતો. તે માધ્યમિક શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેના જ વર્ગમાં એક ગરીબ છોકરો ભણતો હતો. જેનું નામ હતું મોહન.
વર્ગના મોટા ભાગનાછોકરાઓ સુખી કુટુંબમાંથી આવતા હતા એટલે સરસ મજાના વ†ો પહેરીને આવે પણ ગરીબ ઘરના મોહનને એવા મોંઘાદાટ કપડાં ન પોષાય એટલે તે બિચારો સાદો પહેરવેશ પહેરીને દરરોજ શાળાએ આવે વર્ગના બધા છોકરાઓ ગરીબ મોહનની મશ્કરી કરે. તેથી સાથે હળેભળે નહીં.વ્રજ પણ મોહનને પોતાનાથી દુર રાખતો તેને મોહન સાથે રમવું ગમતું નહોતું.એક દિવસ એક ઘટના બની. એ દિવસે વર્ગના બધા જ વિદ્યાર્થીઓ રમતના પિરીયડમાં ક્રીકેટની રમત રમતા હતા. એ વખતે પેલા ગરીબ વિદ્યાર્થી મોહનની સ્થિતિ જાવા જેવી હતી. બધા વિદ્યાર્થીઓ મોહનની મશ્કરી કરતા હતા અને તે રમવાને માટે બોલાવતા નહોતા. વિચારો મોહન મેદાનની એક બાજુ ચૂપચાપ ઉભો રહીને રમત જાઈ રહ્યો હતો.
વ્રજ મોહનને એકલો ઉભેલો જાઈને તેને મોહનની દયા આવી.તેને મોહન પ્રત્યે પ્રેમ જાગ્યો.
એક વખત એવું બન્યું કે, ક્રિકેટની રમત બરાબર જામી હતી. વ્રજ બેટીંગ કરી રહ્યો હતો એ જાઈને મોહન અત્યંત ખુશ થતો હતો. અચાનક એક બોલ એવો ફાસ્ટ આવ્યો કે સીધો જ વ્રજના લમણામાં આવીને વાગ્યો અને એને એવી ચોટ વાગી કે તે મેદાન પરબેભાન થઈને ઢળી પડયો.
આ રીતે મેદાન પર વ્રજને ઢળી પડેલો જાઈને સૌ પહેલાં જે વિદ્યાર્થીએ દડો ફેંકયો હતો તે ગભરાઈ ગયો. તેને થયું કે, એના ઝડપી બોલના કારણે વ્રજની આ સ્થિતિ થઈ એટલે એનું તો આવી જ બન્યું છે. સમજી લો ! એટલે તે તો નાસો ભાઈ નાસો ! કહીને મેદાનમાંથી તે ભાગી ગયો.એની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ ત્યાંથી પલાયન થઈ ગયા.સૌ કોઈ વ્રજને એવી જ હાલતમાં મુકીને નાસી ગયા પરંતુ ગરીબ મોહન ન ભાગ્યો. તેણે પોતાના મિત્ર વ્રજની દુર્દશા જાઈને એટલે તે એની પાસે દોડી આવ્યો અને તેને જેમ તેમ કરીને ભાનમાં લાવી દીધો. પછી તેને ખભે સહારો આપીને નજીકના ડાકટર પાસે લઈ ગયો. જ્યાં એને જરૂરી સારવાર અપાવ્યા પછી મોહન વ્રજને છોડતો નહોતો.મોહન વ્રજને પોતાના ઘેર લઈ ગયો અને આ રીતે તેણે એક મિત્રની ફરજ બજાવી જ્યારે વ્રજ પોતાના ઘેર પલંગ પર સૂતો તે પછી જ મોહન ત્યાંથી પોતાના ઘેર ગયો.સવારે જ્યારે વ્રજ ઉઠયો ત્યારે એને પેલું અંગ્રેજી વાકય યાદ આવ્યું. ખરા વખતે જે મિત્ર આપણી પડખે ઉભો રહે તે જ સાચો મિત્ર !
વ્રજ જ્યારે મોટો થયો ત્યારે તેને પોતાના મિત્ર મોહનની યાદ આવતા લખે છે કે આજે તો આ મોહન મારો સૌથી નજીકનો મિત્ર છે.
એકબીજાની વાદે ચડીને બીજાને દુઃખ પહોંચાડયું એ સારૂં ના કહેવાય ! માટે મિત્ર બનાવતી સમયે ગરીબી અને શ્રીમંતાઈ ના જાવાય. દિલની સચ્ચાઈ અને હૃદયની લાગણી જાવાય.

-કમલેશ કંસારા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.