સાચો નિર્ણય
એકવાર એક ધનવાન માણસ કોઈ એવી વ્યક્તિની શોધમાં હતો.જેને તે પોતાના વેપારમાં અને ધન દૌલતનો હિસાબ કિતાબ રાખવામાં મદદ કરી શકે.
આ વાતની ખબર તેના એક મીત્રને પડી. તેણે શહેરમાં ભણતા તેના સગા કશ્યપનું નામ સુચવ્યું.
ધનવાન માણસ બોલ્યો, ઠીક છે જાેઈએ. તમે તેને કાલે મને મળવાનું કહી દેજાે.
એટલામાં કિશન નામનો એક યુવાન એ ધનવાનની પાસે આવ્યો અને વિનંતી કરી, ‘મહાશય મને ખબર પડી છે કે તમે તમારા વેપારના કાર્યમાં મદદ કરી શકે એવી વ્યક્તિની શોધમાં છો.તો કૃપા કરીને એ કામ મને સોંપી દો.
ધનવાન વ્યક્તિએ એ યુવાનને કાલે પેઢી પર આવીને મળવાનું કહ્યું.
બીજા દિવસે કશ્યપ અને કીશન બંને જણા પેલા ધનવાન વ્યક્તિની પેઢી પર સમયસર આવી પહોંચ્યા. પેલી ધનવાન વ્યક્તિ બંને યુવાનોને લઈને પેઢીના પછવાડે આવ્યા.પછી તે બોલ્યો, એવું કહેવાય છે કે મારા પૂર્વજાેએ અહીં ધન દાટી રાખ્યું છે.મેં મારા માણસો પાસે પહેલાં જ ચારે ખૂણામાં ખોદકામ કરાવીને જાેઈ લીધું છે.હાલમાં જ એક જયોતિષીએ મને ઉત્તર પુર્વ અને દક્ષિણ-પશ્ચિમના ખૂણામાં પણ ખોદકામનું કહ્યું છે.કૃપા કરીને તમે બંને જણાં એક એક ખુણો લઈને ત્યાં ખોદકામ શરૂ કરી દો.
કશ્યપે મનમાં વિચાર્યું કે, હંુ અહીં શું કામ કરવાને માટે આવ્યો છું ? અને મારા જેવા ભણેલા ગણેલા પાસે આવું ખોદકામ કરાવીને આખરે તે શું પરીક્ષણ કરવા માગે છે ? મનમાં તે બબડતો ખોદકામ કરવા લાગ્યો.
જયારે કિશને ચુપચાપ દક્ષિણ-પશ્ચિમની દિશામાં આવેલ ખૂણામાં ખોદકામ ચાલુ કર્યું.
થોડીવાર પછી કશ્યપ કીશન પાસે ગયો અને પૂછયું શું તમે કોઈ સફળતાની સંભાવના લાગે છે ખરી ? કીશને કહ્યું ગમે તે હોય મહેનત તો કરવી જ પડશે ને ?
આ બાજુ કશ્યપ કલાકથી ખોદકામ કરી રહ્યો હતો. જમીનમાંથી માત્ર ધૂળ માટી સિવાય કંઈ જ નીકળતું નહોતું.તેણે કીશનને પૂછયું, તને શું લાગે છે ? પછી થોડી વાર પછી ધનવાન વ્યક્તિ બંનેની પાસે આવ્યો અને પૂછયું શું કાંઈ હાથ લાગ્યું ખરૂં ?
ત્યારે કીશને જવાબ આપ્યો,હું તો તે સોનું શોધી રહ્યો છુંજે તમે મને શોધવાનું કહ્યું છે.હજુ સુધી કાંઈ પણ મળ્યું નથી.હું તો ખોદવાનું ચાલુ રાખું છંું. મને અહીં ભેગી થયેલી ધુળ માટીના ઢગલાનું ધ્યાન જ ના રહ્યું.પછી તે કશ્યપ પાસે આવીને પૂછયું શું કાંઈ મળ્યું ખરૂં ? ત્યારે કશ્યપે જવાબ આપ્યો, હજી સુધી તો ફકત ધૂળ માટી નીકળે છે મને તો અહીં સોનુ દાટેલું હોય તેવી કોઈ શકયતા લાગતી નથી.
પછી પેલા ધનવાન વ્યક્તિએ બંને જણને વધુ ખોદકામ કરતાં અટકાવી દીધા અને પછી તે પેઢી પર જતો રહ્યો.બંને યુવાનો શેઠને મળીને પોતપોતાના ઘેર જતા રહ્યા.
બીજા દિવસે ધનવાન વ્યક્તિએ પોતાના મિત્રને બોલાવીને કહ્યું, મીત્ર તું મારી વાતને ધ્યાનથી સાંભળ. મેં આ નોકરી કીશનને આપવાનું નક્કી કર્યું છે.આ સાંભળી મિત્રને નવાઈ લાગી તેણે પુછયું કિશન, કશ્યપ કરતાં ચડીયાતો કેવી રીતે રહ્યો ? તે કેમ પરીક્ષામાં સફળ ના થયો ?
ધનવાન વ્યક્તિએ જવાબ આપ્યો મેં તે બંનેને ધરતીમાં દાટેલું સોનુ શોધવાને માટે ખોદકામ કરવાનું કામ સોંપેલંું.તે કામ કરતી વખતે કશ્યપને ફકત ધુળ માટી જ દેખાઈ. તે તો સોનુ મળે ત્યાં સુધી ધીરજ ન રાખી પરંતુ કીશનનું ધ્યેય તે સોનુ શોધી કાઢવાનું હતું તેનું કાર્ય ઉદેશ્યપૂર્ણ હતું.તેણે એ વાત પર ધ્યાન ન આપ્યું કે તેને ફકત ધુળ અને માટી જ મળી રહી છે.
તેથી મને લાગ્યું કે, કીશન આપેલ કામ પર વધુ ધ્યાન આપે છે તેથી મેં એને મારી પેઢીના કાર્યને માટે પસંદ કર્યો છે. સાચી વાત તો એ છે કે મેં કયાંય સોનુ સંતાડયું જ નથી.આ તો તેમની પરીક્ષા લેવાની હતી અને તેમાં કીશન સફળ થયો.એનો મિત્ર એ વાતે સહમત થયો કે તેના ધનવાન મિત્રે સાચો નિર્ણય લીધો છે. કમલેશ કંસારા મુ.અમદાવાદ